Dev Accelerator IPO: કોવર્કિંગ સ્પેસ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની દેવ એક્સિલરેટર લિમિટેડ (DevX) શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીનો રૂ. 143.35 કરોડનો IPO આવતીકાલ ના રોજ ખુલશે અને 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ બંધ થશે. આ ઈશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હશે, જેમાં કંપની 2.35 કરોડ નવા શેર જારી કરીને મૂડી એકત્ર કરશે. આ આર્ટિકલમાં જાણો દેવ એક્સિલરેટર IP0નું પ્રાઈસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
Dev Accelerator IPO: પ્રાઇસ બેન્ડ
Dev Accelerator IPO પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 56-61 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 235 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,335 રૂપિયા છે.
Dev Accelerator IPO Latest GMP: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, દેવ એક્સિલરેટરનો શેર IP0 ના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 56 થી રૂ. 61 સુધીના 14.75%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 70 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Dev Accelerator IPO: મહત્વપૂર્ણ તારીખો
Dev Accelerator IPO સબિન્સ્ક્રપ્શન માટે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થશે. જેને 12 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરના રોજ થશે.
Dev Accelerator IPO: દેવ એક્સિલરેટર કંપની વિશે
2017માં સ્થપાયેલી દેવ એક્સિલરેટર લિમિટેડ, DevX તરીકે પણ ઓળખાય છે, જે લવચીક ઓફિસ અને કોવર્કિંગ સ્પેસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ કંપની કોર્પોરેટ્સ, MNCs, SMEs, સ્ટાર્ટઅપ્સ અને ફ્રીલાન્સર્સને તેમની જરૂરિયાત મુજબ તૈયાર કરેલી ઓફિસ સ્પેસ પૂરી પાડે છે.
કંપનીના ભારતમાં હાલ 15 કેન્દ્રો છે, જે દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, મુંબઈ અને પુણે જેવા મુખ્ય શહેરોમાં કાર્યરત છે. દેવ ઍક્સિલરેટરે વિદેશમાં પણ વિસ્તરણની યોજના બનાવી છે. આ માટે, કંપનીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવા માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત, સુરતમાં પણ એક નવું કેન્દ્ર ખોલવામાં આવશે.